MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ: સાયન્સ ફેકલ્ટીમાં મારામારીથી ચકચાર
વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થી રાજકારણ ગરમાયું છે. સાયન્સ ફેકલ્ટીમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ કેમ્પસમાં તણાવનો માહોલ સર્જ્યો છે.વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફ
વિદ્યાર્થીઓ


વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થી રાજકારણ ગરમાયું છે. સાયન્સ ફેકલ્ટીમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ કેમ્પસમાં તણાવનો માહોલ સર્જ્યો છે.વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આજે બે વિદ્યાર્થી જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, NSUI અને ABVP સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ દરમિયાન ABVPના એક કાર્યકરને લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતાં મામલો વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી તેમજ મારામારી થઈ હતી.ઘટનાના કારણે સાયન્સ ફેકલ્ટી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓના બે જૂથો સામસામે આવી જતાં અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી સત્તાધીશો અને સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટના બાદ કેમ્પસમાં વિદ્યાર્થી રાજકારણ અને શિસ્તને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.યુનિવર્સિટી જ્ઞાન અને સંવાદનું કેન્દ્ર ગણાય છે, ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ જેવી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. આ ઘટનામાં બંને પક્ષના દાવા અને સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર ઘટનાક્રમ વધુ સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande