પાલિકાની રિવ્યુ બેઠકમાં વિકાસકાર્યોની સમીક્ષા: કમિશનરે પાણી, રોડ, ડ્રેનેજ અને રથયાત્રાની તૈયારીઓને લઈને આપ્યા કડક નિર્દેશ
વડોદરા , 15 જુલાઈ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દર મંગળવારે યોજાતી નિયમિત રિવ્યુ બેઠકમાં આજે શહેરના વિકાસકાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાણી પુરવઠો, ડ્રેને
પાલિકા


પાલિકા


પાલિકા


પાલિકાના કમિશનર


વડોદરા , 15 જુલાઈ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દર મંગળવારે યોજાતી નિયમિત રિવ્યુ બેઠકમાં આજે શહેરના વિકાસકાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, રસ્તાઓ, ટ્રાફિક વ્યવસ્થા અને આગામી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

પાણી પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરતાં કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં પાણીની સમસ્યા હવે મોટા ભાગે ઉકેલ તરફ આગળ વધી રહી છે.

વરસાદને કારણે અટકેલી આજવાથી આવતી 50 MLD પાણીની મુખ્ય લાઇનનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે, અને આગામી 15થી 20 દિવસમાં તેનો લાભ શહેરના નાગરિકોને મળે તે માટે કામગીરીને વધુ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

બેઠક દરમિયાન ડ્રેનેજ અને રોડ-રસ્તાના અધૂરા કામો ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને કડક સૂચના આપવામાં આવી હતી. સાથે જ શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે વધુ સંકલન સાધી કામગીરી કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

આગામી શ્રી જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને માર્ગોની મરામત, સ્ટ્રીટ લાઇટની કામગીરી, વૃક્ષોની ટ્રિમિંગ તેમજ અન્ય જરૂરી નાગરિક સુવિધાઓ સમયસર પૂર્ણ થાય તે માટે વિભાગવાર સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ચોમાસું અને આગામી રથયાત્રા જેવા મહત્વના પ્રસંગોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા વિકાસકાર્યોને સમયસર પૂર્ણ કરવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કામગીરીમાં ઝડપ લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande