વરસાદી પાણીમાં તરબોળ સોસાયટીઓ: 108 એમ્બ્યુલન્સ પણ અંદર પહોંચી શકતી નથી, દર્દીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર
વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના વોર્ડ નંબર-8માં વરસાદી પાણીનો ભરાવો હવે માત્ર નાગરિકોની મુશ્કેલી નહીં, પરંતુ દર્દીઓના જીવન માટે પણ જોખમ બની રહ્યો છે. જય અંબે અને પાયલ સોસાયટીમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે 108 એમ્બ્યુલન્સ પણ અંદર પહોંચી શકતી
વરસાદી પાણી


વરસાદી પાણી


વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના વોર્ડ નંબર-8માં વરસાદી પાણીનો ભરાવો હવે માત્ર નાગરિકોની મુશ્કેલી નહીં, પરંતુ દર્દીઓના જીવન માટે પણ જોખમ બની રહ્યો છે. જય અંબે અને પાયલ સોસાયટીમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે 108 એમ્બ્યુલન્સ પણ અંદર પહોંચી શકતી નથી.વડોદરા શહેરના વોર્ડ નંબર-8 હેઠળ આવેલી જય અંબે સોસાયટી અને પાયલ સોસાયટીમાં વરસાદી ગંદા પાણીનો ભરાવો યથાવત રહેતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટી તરફ જતો રસ્તો સાંકડો હોવાથી અને ગંદા વરસાદી પાણી ભરાઈ જતાં 108 એમ્બ્યુલન્સ પણ સોસાયટીની અંદર પહોંચી શકતી નથી. પરિણામે દર્દીઓને સ્ટ્રેચર કે અન્ય સહારે ગંદા પાણીમાંથી પસાર કરી મુખ્ય રસ્તા સુધી લાવવામાં આવે છે, જ્યાંથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા અંગે અનેક વખત મીડિયા અને સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.

રહેવાસીઓનું કહેવું છે કે વરસાદી પાણી, ગંદકી અને ડ્રેનેજની સમસ્યાના કારણે દૈનિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દર્દીઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે રહેવાસીઓની માંગ છે કે વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક સ્થળ પર સર્વે કરી વરસાદી પાણીના નિકાલ અને માર્ગ વ્યવસ્થાનો કાયમી ઉકેલ લાવે, જેથી નાગરિકોને મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ ન કરવો પડે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande