સુત્રાપાડામાં સ્વ. ડો. ભરતભાઈ જે. બારડની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તેમજ શ્રદ્ધાંજલિ યોજાશે
ગીર સોમનાથ, 15 જુલાઈ (હિ.સ.) : સમાજસેવા અને આરોગ્યસેવાને સમર્પિત કાર્યને આગળ ધપાવવાના હેતુથી સ્વ. ડો. ભરતભાઈ જશાભાઈ બારડની ૧૮ મી પુણ્યતિથિના અવસરે ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ તથા ડો. ભરતભાઈ બારડ એકેડમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુત્રાપાડા દ્વારા તા.
સુત્રાપાડા માં સ્વ. ડો. ભરતભાઈ જે. બારડની ૧૮ મી પુણ્યતિથિ


ગીર સોમનાથ, 15 જુલાઈ (હિ.સ.) : સમાજસેવા અને આરોગ્યસેવાને સમર્પિત કાર્યને આગળ ધપાવવાના હેતુથી સ્વ. ડો. ભરતભાઈ જશાભાઈ બારડની ૧૮ મી પુણ્યતિથિના અવસરે ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ તથા ડો. ભરતભાઈ બારડ એકેડમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુત્રાપાડા દ્વારા તા. ૧૯/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ કલાક દરમિયાન ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ, બસ સ્ટેશન પાસે, સુત્રાપાડા ખાતે ડો ભરતભાઈ ને પુષ્પાંજલિ અર્પણ, પ્રાર્થનાસભા તેમજ ત્યારબાદ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ. ડો. ભરતભાઈ બારડનું તા. ૧૯ જુલાઈ, ૨૦૦૮ ના રોજ ગોવા ખાતે દરિયામાં દુર્ઘટનાજન્ય અવસાન થયું હતું. તેમના સેવાભાવી વ્યક્તિત્વને જીવંત રાખવા તેમના પિતા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તથા તેમના મોટાભાઈ અને ડો. ભરતભાઈ બારડ એકેડમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ જે. બારડ અને બારડ પરિવાર ના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૮ વર્ષથી સુત્રાપાડા શહેર અને તાલુકામાં વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે. આ સેવાયજ્ઞની પરંપરાને આગળ વધારતા આ વર્ષે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં સુત્રાપાડા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની નિઃશુલ્ક આંખોની તપાસ કરવામાં આવશે, જરૂરી દવાઓ આપવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવશે.

આ કેમ્પમાં વેરાવળના આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રખ્યાત નેત્રરોગ નિષ્ણાત ડૉ. થાનકી સાહેબ પોતાની નિષ્ણાત સેવાઓ આપશે. ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી સહિતની તમામ સુવિધાઓ તેમજ હોસ્પિટલ સુધીની આવન-જાવનની વાહન વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

કેમ્પનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ પોતાના જૂના કેસપેપરો સાથે હાજર રહેવા તેમજ પૂર્વ નોંધણી માટે કમલેશભાઈ જણાવાયું છે.

ડો. ભરતભાઈ બારડ એકેડમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ના જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ જે. બારડએ સુત્રાપાડા તથા આસપાસના ગામોના વધુમાં વધુ નાગરિકોને આ સેવાકીય નેત્રયજ્ઞ કેમ્પનો લાભ લેવા હાર્દિક અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande