હારીજ તાલુકાના પીપલાણા ગામે આત્મા યોજના અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન
પાટણ, 15 જુલાઈ (હિ.સ.)હારીજ તાલુકાના પીપલાણા ગામે આત્મા યોજના અંતર્ગત જય ચામુંડા પ્રાકૃતિક મોડલ ફાર્મ ખાતે કિસાન ગોષ્ઠી યોજાઈ હતી. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પાક વૈવિધ્યકરણ, કઠોળ-તેલીબિયા પાકો અને સંકલિત ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્
હારીજ તાલુકાના પીપલાણા ગામે આત્મા યોજના અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન


પાટણ, 15 જુલાઈ (હિ.સ.)હારીજ તાલુકાના પીપલાણા ગામે આત્મા યોજના અંતર્ગત જય ચામુંડા પ્રાકૃતિક મોડલ ફાર્મ ખાતે કિસાન ગોષ્ઠી યોજાઈ હતી. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પાક વૈવિધ્યકરણ, કઠોળ-તેલીબિયા પાકો અને સંકલિત ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગોષ્ઠીમાં અડિયા કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ તજજ્ઞ જે.વી. પરમારે ખરીફ પાકોની વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી આપી હતી. જ્યારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC)ના એ.જે. પટેલે ટપક અને ફુવારા સિંચાઈ દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત બીટીએમ એસ.આર. પરમારના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તાલુકા સહ-સંયોજક જે.બી. પ્રજાપતિએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના લાભો સમજાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન હારીજ તાલુકાના બીટીએમ એસ.આર. પરમાર અને એટીએમ નીરવભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande