
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં જિલ્લા પોલીસ વડાએ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 14 ની અરસપરસ બદલી કરી છે.
પોરબંદર જિલ્લાના બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની વહીવટી સરળતા ખાતર બદલી કરવામાં આવેલ છે.આર.જે.રામ, પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ હાલમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી મહિલા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.
વાય.જી.માથુકીયા, પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ હાલમાં મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.
ડી.જી.ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ હાલમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે. એમ.ડી.વાળા, પોલીસ ઈન્સ્પેક્ટર કે જેઓ હાલમાં કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.એસ.જી.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.પોલીસ સબ ઇન્સ્પેકટરોમાં,જે.એસ.હુંબલ કે જેઓ હાલમાં વાડીપ્લોટ ચોકી, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી સર્વેલન્સ સ્ટાફ, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે. જે.એલ. જાડેજા કે જેઓ હાલમાં મીલપરા ચોકી, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી ટ્રાફિક શાખા ખાતે કરવામાં આવેલ છે. એ.એ.ડોડીયા કે જેઓ હાલમાં સર્વેલન્સ સ્ટાફ, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે. પી.એસ.જોષી કે જેઓ હાલમાં હોસ્પિટલ ચોકી, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી રીડર ટુ એસ.સી./એસ.ટી.સેલ ખાતે કરવામાં આવેલ છે. કે.એન.અઘેરા કે જેઓ હાલમાં ટ્રાફિક શાખા ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી વાડીપ્લોટ ચોકી, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે. વી.એલ.ગોહેલ કે જેઓ હાલમાં એરપોર્ટ સીક્યુરીટી (એટેચ-એમ.ઓ.બી.) ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી એલ.આઈ.બી., પોરબંદર ખાતે કરવામાં આવેલ છે અને તેઓને એમ.ઓ.બી.નો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ છે. આર.ડી.વાંદા કે જેઓ હાલમાં રીડર ટુ ના.પો.અધિ., ગ્રામ્ય ખાતે ફરજ બજાવે છે તેઓને બદલી મીલપરા ચોકી, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.
પી.આર.કારાવદરા કે જેઓ હાલમાં રીડર ટુ ના.પો.અધિ., રાણાવાવ ખાતે ફરજ બજાવે છે તેઓની બદલી હોસ્પિટલ ચોકી, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે. કે.જે.બલદાણીયા કે જેઓ હાલમાં લીવ રીઝર્વમાં છે, તેઓની બદલી મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya