ભચાઉમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: તીનપત્તી રમતા 3 મહિલાઓ સહિત 4 ઝડપાયા, રોકડ રકમ કબજે
કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : ભચાઉ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભચાઉ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. સર્વોદય સોસાયટી વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં ખુલ્લી જગ્યાએ તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ત્રણ મહિલા
ભચાઉ જુગાર કેસના મહિલા સિવાયના આરોપી


કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : ભચાઉ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભચાઉ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. સર્વોદય સોસાયટી વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં ખુલ્લી જગ્યાએ તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ કબજે કરીને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી માહિતી મળી હતી કે સર્વોદય સોસાયટીની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.

માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડતાં ચારેય આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દિનેશભાઈ નાનજીભાઈ પરમાર, અમીનાબેન અબ્દુલ ફકીર, માયાબેન સતીશભાઈ ચારણ અને મુરકાનબેન મુસ્તાકભાઈ ફકીરનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹11,800ની રોકડ રકમ કબજે કરી હતી, જે જુગારમાં ઉપયોગમાં લેવાઈ રહી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુજરાત જુગાર પ્રતિબંધક કાયદાની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભચાઉ સહિત પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરની આ કાર્યવાહીને પગલે જુગારના અડ્ડાઓ ચલાવતા તત્વોમાં ફફડાટનો માહોલ સર્જાયો હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande