“બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત બોટાદની શાળામાં પોક્સો એક્ટ, બાળલગ્ન પ્રતિબંધ અને સાયબર જાગૃતિ અંગે કાયદાકીય માર્ગદર્શન
બોટાદ, 15 જુલાઈ (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગના “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ અને સુરક્ષાની ભાવના વિકસે તે હેતુથી એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન
વિધાર્થીઓ ને માર્ગદર્શન આપતા અધિકારી


બોટાદ, 15 જુલાઈ (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગના “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ અને સુરક્ષાની ભાવના વિકસે તે હેતુથી એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ (POCSO Act), બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ તેમજ સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત કાયદાકીય નિષ્ણાતો અને અધિકારીઓએ વિદ્યાર્થીઓને બાળકોના અધિકારો, વ્યક્તિગત સુરક્ષા અને કાયદા દ્વારા મળતા રક્ષણ વિશે સરળ ભાષામાં સમજાવ્યું હતું. પોક્સો એક્ટ હેઠળ બાળકો સામે થતા જાતીય શોષણ જેવા ગુનાઓ અંગે કાયદાની જોગવાઈઓ, આવા બનાવોમાં તાત્કાલિક જાણ કરવાની જરૂરિયાત તેમજ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને બાળલગ્નના સામાજિક અને કાનૂની દૂષ્પરિણામો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળલગ્ન અટકાવવાની દરેક નાગરિકની જવાબદારી હોવાનું જણાવતાં કાયદાકીય કાર્યવાહી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

સાયબર જાગૃતિ સત્રમાં સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ, ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક્સ, ઓટીપી શેર ન કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી વહેંચવાથી બચવું તેમજ સાયબર ગુનાનો ભોગ બન્યે તાત્કાલિક સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી, જેના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત શિક્ષકોએ પણ આવા જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનશે તેમજ તેઓ પોતાના અધિકારો વિશે વધુ સજાગ બની સમાજમાં જવાબદાર નાગરિક તરીકે આગળ વધશે. “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનનો મુખ્ય હેતુ પણ દીકરીઓને સુરક્ષિત, શિક્ષિત અને સશક્ત બનાવવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande