આજે ભગવાન જગન્નાથજીના સોનાવેશના અલૌકિક દર્શન, જગન્નાથ મંદિરે ધાર્મિક વિધિઓમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
અમદાવાદ, 15 જુલાઇ (હિ.સ.) : અમદાવાદના જગન્નાથ મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમની શરૂઆત ગઇકાલ નેત્રોત્સવ વિધિથી મંદિરના કપાટ ખુલ્યા. મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તો અત્યારે આરતીનો લ્હાવો લીધો.
Today, a supernatural sight of Lord Jagannath's golden attire, a large number of devotees gathered at the Jagannath temple for religious rituals


Today, a supernatural sight of Lord Jagannath's golden attire, a large number of devotees gathered at the Jagannath temple for religious rituals


અમદાવાદ, 15 જુલાઇ (હિ.સ.) : અમદાવાદના જગન્નાથ મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમની શરૂઆત ગઇકાલ નેત્રોત્સવ વિધિથી મંદિરના કપાટ ખુલ્યા. મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તો અત્યારે આરતીનો લ્હાવો લીધો.

અમદાવાદના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક જગન્નાથજી મંદિરની 149મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. આ ભવ્ય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર શહેરમાં અને ભક્તોમાં ભારે ઉત્સાહ, આનંદ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.

રથયાત્રા શાંતિપૂર્ણ, સુખદ અને કોઈપણ વિઘ્ન વિના સંપન્ન થાય તે માટે ભગવાનના ચરણોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે અને સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું છે.

રથયાત્રા પહેલા આજે મંદિરમાં અનેક પવિત્ર ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષમાં માત્ર એક જ વખત પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીએ સોનાના કિંમતી અલંકારોથી સુશોભિત અલૌકિક સોનાવેશ ધારણ કર્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે હજારો ભક્તો ઉત્સુક બન્યા હતા. આ ધાર્મિક વિધિઓ દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ વચ્ચે મંદિરના પ્રાંગણમાં ત્રણેય ઐતિહાસિક રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ પણ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.

રથયાત્રામાં સામેલ થનારા ગજરાજોનું આજે પૂજન કરવામાં આવ્યું અને ભગવાન જગન્નાથના સોનાવેશમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યાં હતા. રથયાત્રાની વર્ષો જૂની પરંપરા અનુસાર, રથયાત્રા પૂર્વે ભગવાન ગણપતિનું સ્વરૂપ ગણાતા ગજરાજ (હાથીઓ) નું પરંપરાગત અને વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. આ વિધિ માટે તમામ ગજરાજોને મંદિરના ખાસ હાથીખાનામાં લાવવામાં આવ્યા હતા, જ્યાં મહાવતોએ ચંદન, કંકુ, આકર્ષક રંગો અને પરંપરાગત આભૂષણોથી તેમનો અદ્ભુત શણગાર કર્યો હતો. વહેલી સવારથી જ ગજરાજના આ ભવ્ય અને નયનરમ્ય દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાથીખાનામાં ઉમટી પડ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. આવતીકાલે નીકળનારી ભવ્ય રથયાત્રામાં આ ગજરાજો સૌથી આગળ રહીને સમગ્ર યાત્રાનું નેતૃત્વ કરશે.

ગજરાજ પૂજન અને રથ પૂજનની વિધિ પૂર્ણ થતાંની સાથે જ રથયાત્રાની તમામ પૂર્વ-તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આવતીકાલે વહેલી સવારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, ત્યારે ભવ્ય ઠાઠમાઠ, હરિનામ સંકીર્તન અને અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ઐતિહાસિક યાત્રા પ્રસ્થાન કરશે. ભક્તો ભગવાન જગન્નાથના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande