
મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ઊંઝા સ્થિત જગતજનની મા ઉમિયા માતાજીના મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સફળ નેતૃત્વ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વિકાસના નવા શિખરો સર કરતું રહે તેમજ રાજ્યના સર્વાંગી વિકાસ સાથે ગુજરાત ના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિમાં સતત વધારો થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
પૂજા-અર્ચના દરમિયાન મા ઉમિયાના ચરણોમાં રાજ્યના સર્વાંગી વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાભાવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR