લક્ષ્મીપુરા (ખારા) ગામે શાળા અને મહેસૂલી રેકોર્ડની કામગીરીનું નિરીક્ષણ
મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના લક્ષ્મીપુરા (ખારા) ગામની મુલાકાત દરમિયાન અધિકારીઓએ અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને શિક્ષણની ગુણવત્તા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાની કામગીરીનું અવલોકન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્
લક્ષ્મીપુરા (ખારા) ગામે શાળા અને મહેસૂલી રેકોર્ડની કામગીરીનું નિરીક્ષણ


મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના લક્ષ્મીપુરા (ખારા) ગામની મુલાકાત દરમિયાન અધિકારીઓએ અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને શિક્ષણની ગુણવત્તા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાની કામગીરીનું અવલોકન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ અધિકારીઓએ ગામના મહેસૂલી રેકોર્ડની ચકાસણી કરી એપેન્ડિક્સ-એ તપાસણી ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. નિરીક્ષણ દરમિયાન સંબંધિત કર્મચારીને મહેસૂલી રેકોર્ડની નિયમિત જાળવણી, દસ્તાવેજોની યોગ્ય નોંધણી અને કામગીરી સુવ્યવસ્થિત રીતે જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવાની સાથે સરકારી રેકોર્ડની પારદર્શક અને નિયમિત જાળવણી સુનિશ્ચિત કરવાનો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande