મહેસાણા મનપાના જન સુવિધા કેન્દ્રમાં અનેક સરકારી સેવાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ
મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન સુવિધા કેન્દ્ર ખાતે અનેક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે. જન સુવિધા કેન્દ્રમાં પ્રોપર્ટી ટેક્સ
મહેસાણા મનપાના જન સુવિધા કેન્દ્રમાં અનેક સરકારી સેવાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ


મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન સુવિધા કેન્દ્ર ખાતે અનેક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે.

જન સુવિધા કેન્દ્રમાં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, ગુમાસ્તા લાઇસન્સ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર (વોટર આઈડી), ઈ-શ્રમ કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. જેના કારણે નાગરિકોને અલગ-અલગ કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.આ ઉપરાંત, મહિલાઓ અને યુવાનોના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે અહીં સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લરની તાલીમ પણ આપવામાં આવે છે.

આ જન સુવિધા કેન્દ્ર ટી.બી. હોસ્પિટલ રોડ, મહેસાણા ખાતે આવેલું છે. મનપાએ નાગરિકોને આ સુવિધાઓનો લાભ લેવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande