8 વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી ઉદયપુરથી ઝડપાયો
મહેસાણા,15 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લા પોલીસની પેરોલ/ફર્લો સ્કોડે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. એલ.સી.બી.ના પીઆઈ એ.એમ. કામળીયાની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને પકડવાની ક
8 વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી ઉદયપુરથી ઝડપાયો


મહેસાણા,15 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લા પોલીસની પેરોલ/ફર્લો સ્કોડે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. એલ.સી.બી.ના પીઆઈ એ.એમ. કામળીયાની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુના નં. 147/18માં વોન્ટેડ આરોપી પવન નંદલાલ ઓડ હાલ ઉદયપુરમાં રહે છે. મળેલી માહિતીના આધારે પેરોલ/ફર્લો સ્કોડ ઉદયપુર પહોંચી હતી. ત્યાં દુધીયા ગણેશજી રોડ વિસ્તારમાં આવેલી વાઇન શોપ પાસે વોચ ગોઠવી આરોપી આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીની ઓળખ પવન નંદલાલ નારાયણલાલ ઓડ ઉદયપુર તરીકે થઈ હતી. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને મહેસાણા લાવી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI દિનેશજી મલાજી, PC દિગ્વીજયસિંહ, PC રવિકુમાર સેવંતીલાલ અને PC જયદેવસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande