સુરતની ઉમરા પાસપોર્ટ ઓફિસને ઈ-મેઇલથી બોમ્બની ધમકી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધરી સઘન તપાસ
સુરત, 15 જુલાઈ (હિ.સ.): સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ સેવા કચેરીને ઈ-મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે. માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી
Surat


સુરત, 15 જુલાઈ (હિ.સ.): સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ સેવા કચેરીને ઈ-મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે. માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસ પહેલાં જ સુરત કોર્ટ સહિત રાજ્યની કેટલીક સરકારી કચેરીઓને પણ સમાન પ્રકારના ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. આવી ઘટનાઓના પુનરાવર્તનને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને ધમકી આપનાર સુધી પહોંચવા માટે ઈ-મેઇલના સ્ત્રોતની તપાસ શરૂ કરવામાં આવી છે.

અગાઉ 17 જૂન, 2026ના રોજ વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની કચેરીઓ તેમજ વડોદરાની એક ખાનગી શાળાને પણ ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. તે સમયે પણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. હાલની ઘટનામાં પણ સુરક્ષા એજન્સીઓ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande