વરસાદી કામગીરીમાં હવે હાઈ-ટેક પાલિકા: કમિશનર સહિતના અધિકારીઓને અપાયા વોકી-ટોકી, સંકલન વધુ મજબૂત બનશે
વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વરસાદી સિઝન દરમિયાન શહેરમાં તાત્કાલિક કામગીરી અને અધિકારીઓ વચ્ચે ઝડપી સંકલન જળવાઈ રહે તે માટે વડોદરા મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાલિકા કમિશનર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ વોકી-ટોકી દ્વારા સીધો સંપર્ક રાખ
અધિકારીઓ


અધિકારીઓ


વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વરસાદી સિઝન દરમિયાન શહેરમાં તાત્કાલિક કામગીરી અને અધિકારીઓ વચ્ચે ઝડપી સંકલન જળવાઈ રહે તે માટે વડોદરા મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાલિકા કમિશનર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ વોકી-ટોકી દ્વારા સીધો સંપર્ક રાખીને કામગીરીનું સંકલન કરશે.

વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસાની કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે અધિકારીઓને વોકી-ટોકી ડિવાઈસ આપવાની નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે.આ વ્યવસ્થા હેઠળ પાલિકા કમિશનર સહિત સેનેટરી વિભાગ, ડ્રેનેજ વિભાગ, પાણી પુરવઠા વિભાગ તેમજ અન્ય ફિલ્ડ અધિકારીઓને વોકી-ટોકી આપવામાં આવ્યા છે, જેથી સ્થળ પર જ ઝડપી સંકલન અને નિર્ણય લઈ શકાય.

પાલિકાના જણાવ્યા મુજબ, ભારે વરસાદ દરમિયાન મોબાઇલ નેટવર્ક અથવા બેટરી સંબંધિત સમસ્યાઓ ઊભી થાય ત્યારે પણ વોકી-ટોકી દ્વારા અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક જળવાઈ રહેશે અને કામગીરીમાં કોઈ વિલંબ નહીં થાય.

આ નવી પહેલનો મુખ્ય હેતુ વરસાદી પાણીના ભરાવા, ડ્રેનેજ સમસ્યાઓ, પાણી પુરવઠા અને અન્ય તાત્કાલિક પરિસ્થિતિઓમાં વિવિધ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન જાળવી નાગરિકોને ઝડપથી રાહત પહોંચાડવાનો છે.ચોમાસા દરમિયાન પડકારોનો સમયસર સામનો કરવા પાલિકાએ ટેક્નોલોજીનો સહારો લીધો છે. હવે જોવાનું રહેશે કે વોકી-ટોકી આધારિત આ નવી વ્યવસ્થા શહેરમાં વરસાદી કામગીરીને કેટલી ઝડપી અને અસરકારક બનાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande