મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી વિકાસકાર્યોની સમીક્ષા અને નિર્માણાધિન સુવિધાઓની સાઈટ વિઝિટ કરી
ગાંધીનગર,16 જુલાઇ (હિ.સ.) ગિફ્ટ સિટી વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવાની સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ આ સમિક્ષા મુલાકાતમાં મુખ્યમં
મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી વિકાસકાર્યોની સમીક્ષા અને નિર્માણાધિન સુવિધાઓની સાઈટ વિઝિટ કરી


ગાંધીનગર,16 જુલાઇ (હિ.સ.) ગિફ્ટ સિટી વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવાની સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ આ સમિક્ષા મુલાકાતમાં મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ગિફ્ટ સિટીના એમ.ડી. સંજય કૌલે મુખ્યમંત્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ-2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું, તેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રા, વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પ્રસ્તૃત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા ત્યારબાદ તેમણે ગિફ્ટ સિટીમાં નિર્માણાધીન વ્યાપારી, રહેણાંક તથા સામાજિક માળખાકીય વિકાસ પ્રોજેકટ્સની સાઈટ મુલાકાત લીધી હતી.

તેમણે ગિફ્ટ સિટીની પ્રગતિની પ્રશંસા કરી હતી અને બિઝનેસ ગ્રોથ, માળખાકીય વિકાસ, પ્રતિભા વિકાસ અને વૈશ્વિક જોડાણની ગતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢિયા, અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ તેમજ ગિફ્ટ સિટીના એમ.ડી.સંજય કૌલ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande