BSFના જવાનો માટે માધાપરિયા પ્રા. લિ.ની અનોખી પહેલ: ગાંધીધામ યુનિટને વોટર કુલર અને એર કુલરની ભેટ
કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ-રાત તૈનાત રહેતા BSFના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ, માધાપરે ગાંધીધામ સ્થિત BSF યુનિટને વોટર કુલર અને એર કુલરની ભેટ અર્પણ કરી છે. ઉનાળાની કડક ગરમીમાં જવાનોને ઠ
બીએસએફ ને વોટર કૂકરની ભેટ આપવામાં આવી


કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ-રાત તૈનાત રહેતા BSFના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ, માધાપરે ગાંધીધામ સ્થિત BSF યુનિટને વોટર કુલર અને એર કુલરની ભેટ અર્પણ કરી છે. ઉનાળાની કડક ગરમીમાં જવાનોને ઠંડા પાણી અને ઠંડી હવાની સુવિધા મળી રહે તે હેતુથી કરવામાં આવેલી આ પહેલને સૌએ સરાહનીય ગણાવી છે.

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડના માલિક હંસા માધાપરિયા, હરજી માધાપરિયા અને કંપનીના ડાયરેક્ટર આશિષ માધાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ ઉપયોગી સાધનો BSF ગાંધીધામના ડેપ્યુટી કમાન્ડન્ટ અમિત કુમારે સ્વીકાર્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા પણ ખાસ હાજર રહ્યા હતા.

BSFના અધિકારીઓએ માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા આ સામાજિક યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષામાં ફરજ બજાવતા જવાનો માટે આવી સુવિધાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સમાજના વિવિધ વર્ગો દ્વારા મળતો સહકાર જવાનોના મનોબળમાં વધારો કરે છે અને તેમની કામગીરીને વધુ સુગમ બનાવે છે.

માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કંપની માત્ર વ્યાવસાયિક ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક જવાબદારી નિભાવવામાં પણ સતત આગળ રહેવા માટે પ્રતિબદ્ધ છે. દેશની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવતા જવાનો માટે સમયાંતરે જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

આ પહેલના પરિણામે ગાંધીધામ સ્થિત BSF યુનિટમાં ફરજ બજાવતા જવાનોને ઉનાળાની આકરી ગરમી દરમિયાન ઠંડા પાણી અને ઠંડી હવાની સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનશે. સમાજ અને સુરક્ષા દળો વચ્ચેના સહકારનું આ ઉદાહરણ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande