પાટણ જિલ્લામાં બે સપ્તાહના લાંબા વિરામ બાદ મોડી રાત્રે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
પાટણ, 16 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લામાં બે સપ્તાહના લાંબા વિરામ બાદ મોડી રાત્રે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. પાટણ શહેર ઉપરાંત સરસ્વતી, હારીજ, સમી અને ચાણસ્મા તાલુકામાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂત
પાટણ જિલ્લામાં બે સપ્તાહના લાંબા વિરામ બાદ મોડી રાત્રે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ


પાટણ, 16 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લામાં બે સપ્તાહના લાંબા વિરામ બાદ મોડી રાત્રે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. પાટણ શહેર ઉપરાંત સરસ્વતી, હારીજ, સમી અને ચાણસ્મા તાલુકામાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વરસાદના આંકડા મુજબ સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 25 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે પાટણ શહેરમાં 17 મીમી, સમીમાં 4 મીમી, હારીજમાં 2 મીમી અને ચાણસ્મામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે સપ્તાહથી વરસાદ ન પડતા વાવેતર કરેલા પાક પર સંકટ ઊભું થયું હતું.

મોડી રાત્રે પડેલા વરસાદથી કપાસ સહિતના ઊભા પાકને નવજીવન મળ્યું છે અને પાકને નુકસાન થતું અટક્યું છે. વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને ખેડૂતો સહિત નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande