માંજલપુર પેટાચૂંટણી : પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર સતીશ પટેલ સામે સ્થાનિકોનો રોષ, સફાઈ મુદ્દે ઉગ્ર રજૂઆત
વડોદરા,16 જુલાઈ (હિ.સ.) વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનો પ્રચાર હવે ગરમાયો છે. આ દરમિયાન ભાજપના ઉમેદવાર સતીશ પટેલને પ્રચાર દરમિયાન સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો. તરસાલી વિસ્તારના રહીશોએ સફાઈ સહિતની સ્થાનિક સમસ્યાઓને લઈને ઉગ્ર રજૂઆત ક
ભાજપનો ઉમેદવાર


વડોદરા,16 જુલાઈ (હિ.સ.) વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનો પ્રચાર હવે ગરમાયો છે. આ દરમિયાન ભાજપના ઉમેદવાર સતીશ પટેલને પ્રચાર દરમિયાન સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો. તરસાલી વિસ્તારના રહીશોએ સફાઈ સહિતની સ્થાનિક સમસ્યાઓને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી.

માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર સતીશ પટેલ પ્રચાર માટે તરસાલી વિસ્તારની એક સોસાયટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક રહીશોએ તેમને ઘેરી લઈને વિસ્તારની સફાઈ અને મૂળભૂત સુવિધાઓ અંગે કડક પ્રશ્નો પૂછ્યા હતા.

રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વોટ માંગવા અને ચૂંટણી પ્રચાર માટે તો નેતાઓ આવે છે, પરંતુ વિસ્તારની સફાઈ અને સમસ્યાઓના ઉકેલ માટે કોઈ દેખાતું નથી. સ્થાનિકોએ ગંદકી, સફાઈની અછત અને અન્ય નાગરિક સુવિધાઓને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.રજૂઆત દરમિયાન વાતાવરણ થોડા સમય માટે ગરમાયું હતું. સ્થાનિકોના આક્ષેપો વચ્ચે ઉમેદવાર સતીશ પટેલે નાગરિકોની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો અને સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણીના માહોલ વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક પ્રશ્નો અને જનસુવિધાઓને ચૂંટણીના કેન્દ્રમાં લાવી દીધા છે.પેટાચૂંટણીના પ્રચાર વચ્ચે ઉભી થયેલી આ સ્થિતિએ સ્પષ્ટ કર્યું છે કે મતદારો હવે માત્ર વચનો નહીં, પરંતુ વિસ્તારના પ્રશ્નોના અસરકારક ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande