'રાજકોટમાં જય રણછોડ માખણચોર'નો નાદ ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
- રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ રાજકોટ,16 જુલાઇ (હિ.સ.) આજે અષાઢી બીજ નિમિતે જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે.અષાઢી બીજના પ
Chants of Jai Ranchhod Makhanchor echoed in Rajkot, Lord Jagannathji went out on a city tour


Chants of Jai Ranchhod Makhanchor echoed in Rajkot, Lord Jagannathji went out on a city tour


- રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ

રાજકોટ,16 જુલાઇ (હિ.સ.) આજે અષાઢી બીજ નિમિતે જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે.અષાઢી બીજના પવિત્ર અવસરે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળીને લાખો ભક્તોને દર્શન આપે છે.

રાજકોટ શહેરમાં જુદી-જુદી રથયાત્રાઓ યોજાઈ હતી. જેમાં નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા. 'જય રણછોડ માખણચોર'નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો.નેહલ શુક્લ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.સવારે 8.30 વાગ્યે આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે દિવસભર 22 કિમીના રૂટમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરશે અને ભગવાન નગરચર્યા નીકળ્યા છે.

આ તકે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસે કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આ રથયાત્રાનાં રથની વિશેષતા છે કે, તેમાં પ્રથમ રથમાં બલભદ્ર, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં ભગવાન જગન્નનાથ બિરાજમાન થયા છે. જે ભાવિકો મંદિર આવતા નથી તેમને ભગવાન સામે ચાલીને દર્શન આપે છે. ભગવાનના દર્શન માત્રથી લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય છે. જો રથના દોરડા ખેંચે તેના હાથની અશુભ રેખાઓ શુભ રેખામાં પરિવર્તન પામે છે.

રથમાં ભગવાનનું દિવ્ય રૂપ જોવા મળે છે.

મહંત ત્યાગી મનમોહનદાસે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 19 વર્ષથી આ રથયાત્રા યોજાય છે. રથની ઉપર પંચરંગી ધ્વજા હોય છે. ધ્વજા લહેરાય એટલે લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાનની અસીમ કૃપાથી આ વર્ષે રથયાત્રા યોજાઇ છે. તેમજ અત્યાર સુધીમાં એક પણ વિઘ્ન આવ્યું નથી. બધા જ રાજકોટવાસીઓ પર ભગવાન કૃપાદ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના છે.

રથયાત્રાનો 22 કિલોમીટરનો રૂટ છે અને નિજ મંદિરમાં ભગવાન પરત આવે ત્યારે મહાઆરતી કરવામાં આવશે. બધી જ જગ્યાએ રથયાત્રા થાય છે. પરંતુ રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે, તેમાં સાધુ-સંતો અને લોકો કરતબો દેખાડી રહ્યા છે.

કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી સવારે 8-30 કલાકે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો. જેમાં ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજીક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા છે.

નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થયેલી આ રથયાત્રા વૃંદાવન સોસાયટી, નીલ-દા- ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થશે. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande