મહુવા તાલુકાના નેપ ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો.
ભાવનગર,16 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં મહુવા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલુકાના નેપ ગામની સીમમાં ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ
દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ


ભાવનગર,16 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં મહુવા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલુકાના નેપ ગામની સીમમાં ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી, આથો તેમજ અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂ. 20,875નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને તેને કાયદેસરની પ્રક્રિયા હેઠળ સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરકાયદેસર રીતે દેશી દારૂનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

મહુવા પોલીસ દ્વારા રાજ્યમાં અમલમાં રહેલા દારૂબંધી કાયદાના કડક અમલ માટે સતત પેટ્રોલિંગ, બાતમીદારોના નેટવર્ક અને સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ વિભાગે જણાવ્યું છે.

પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં દારૂ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી સમયસર કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્ત્વો સામે કડક કાયદેસર પગલાં લઈ શકાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande