સિદ્ધપુરમાં સુખ-સમૃદ્ધિ માટે દૂધલીમલ ગુરુ મહારાજનો હવન યોજાયો.
પાટણ, 21 જુલાઈ (હિ.સ.) સિદ્ધપુર શહેરની સુખાકારી, સમૃદ્ધિ, પ્રગતિ અને સારા વરસાદની મંગલકામના સાથે હિન્દુ મહાજન સિદ્ધપુર દ્વારા મંડી બજાર ખાતે દૂધલીમલ ગુરુ મહારાજનો વૈદિક હવન યોજાયો હતો. બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ-હવન સંપન્ન કરવા
સિદ્ધપુરમાં સુખ-સમૃદ્ધિ માટે દૂધલીમલ ગુરુ મહારાજનો હવન યોજાયો.


પાટણ, 21 જુલાઈ (હિ.સ.) સિદ્ધપુર શહેરની સુખાકારી, સમૃદ્ધિ, પ્રગતિ અને સારા વરસાદની મંગલકામના સાથે હિન્દુ મહાજન સિદ્ધપુર દ્વારા મંડી બજાર ખાતે દૂધલીમલ ગુરુ મહારાજનો વૈદિક હવન યોજાયો હતો. બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ-હવન સંપન્ન કરવામાં આવ્યો હતો.

આ ધાર્મિક કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ સોલંકી સહિત શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંડી બજારમાં વેદાંગરાય ભટ્ટ પરિવારના આચાર્યપદે યોજાયેલા હવનમાં નગરશેઠ વતી અવિનાશ પરીખ અને તેમના ધર્મપત્નીએ યજમાનપદે બેસી ધાર્મિક વિધિનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં હિન્દુ મહાજનના પ્રમુખ અરવિંદ શુકલ, પ્રદીપ યોગી, પુનમ પંડ્યા, જેઠા ઠાકર, હરેશ મોદી તેમજ સનસનાટીના તંત્રી કમલેશ ઠાકર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande