પાટણ નગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશને વેગ, નવા વાહનો-ટ્રોલીઓનો ઉમેરો
પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે 15મા નાણાપંચની સ્પેશિયલ ગ્રાન્ટ હેઠળ સફાઈ વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં નવા વાહનો અને ટ્રોલીઓની ખરી
પાટણ નગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશને વેગ, નવા વાહનો-ટ્રોલીઓનો ઉમેરો


પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે 15મા નાણાપંચની સ્પેશિયલ ગ્રાન્ટ હેઠળ સફાઈ વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં નવા વાહનો અને ટ્રોલીઓની ખરીદી શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ કુલ 10 'છોટા હાથી' વાહનોમાંથી 1 વાહન પાલિકાને મળી ગયું છે, જ્યારે બાકીના 9 વાહનો ટૂંક સમયમાં જોડાશે. ઉપરાંત 2 મોટી અને 5 નાની ટ્રોલી સહિત કુલ 7 ટ્રોલીઓ પણ પાલિકાને મળી ગઈ છે.

શહેરની સાંકડી શેરીઓમાં અસરકારક સફાઈ માટે 6 મીની ટ્રેક્ટરોની પણ ખરીદી કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં કામગીરીમાં જોડાશે. ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, સ્વચ્છતા ચેરમેન ચેતનાબેન પ્રજાપતિ, વાહન શાખાના ચેરમેન માનસીબેન ત્રિવેદી સહિત પાલિકાની ટીમ શહેરને વધુ સ્વચ્છ અને વિકાસશીલ બનાવવા માટે સતત કાર્યરત છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande