પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ચાંદીપુરા વાયરસથી સતર્ક રહેવાની અપીલ.
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)ભેજવાળા વાતાવરણમાં ચાંદીપુરા વાયરસ (વાયરલ એન્કેફેલાઈટીસ)ના સંક્રમણની સંભાવના વધતી હોવાથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સેન્ડફ્લાય (રેતીની માખ)
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ચાંદીપુરા વાયરસથી સતર્ક રહેવાની અપીલ.


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)ભેજવાળા વાતાવરણમાં ચાંદીપુરા વાયરસ (વાયરલ એન્કેફેલાઈટીસ)ના સંક્રમણની સંભાવના વધતી હોવાથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સેન્ડફ્લાય (રેતીની માખ) ચાંદીપુરા વાયરસના સંક્રમણનો સંભવિત વાહક માનવામાં આવે છે. ભેજવાળા અને અંધારા સ્થળો, દીવાલોની તિરાડો, છિદ્રો તેમજ ગંદકીવાળા વિસ્તારોમાં સેન્ડફ્લાયનું પ્રમાણ વધી શકે છે. તેથી આવા સ્થળોની નિયમિત સફાઈ રાખવી તેમજ દીવાલોની તિરાડો અને ઊખડેલા પ્લાસ્ટરનું સમારકામ કરાવવું જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે. નાગરિકોને પોતાના રહેણાંક મકાનો તથા આસપાસના વિસ્તારોની નિયમિત સફાઈ રાખવા, કચરો એકત્રિત ન થવા દેવા અને સેન્ડફ્લાયના સંભવિત નિવાસસ્થાનો દૂર કરવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને ચાંદીપુરા વાયરસથી સાવધાન રહેવા અને પોતાના પરિવાર, આસપાસના લોકોને જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકોમાં અચાનક તાવ, ઉલ્ટી, બેભાન થવું, આંચકી આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો સમય બગાડ્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સ્વચ્છતા જાળવી, આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરી અને સમયસર સારવાર મેળવી ચાંદીપુરા વાયરસ સામે સજાગ રહી શહેરને સુરક્ષિત બનાવવામાં સહભાગી બનવા પોરબંદર મહાનગરપાલિકાએ નગરજનોને અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande