લીલીયાના આંબાજીરા પાસે શેત્રુંજી નદીમાં ગેરકાયદે રેતી ખનન પર તવાઈ: 31 લાખના મુદ્દામાલ સાથે પાંચ વાહનો જપ્ત
અમરેલી,21 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબાજીરા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને પરિવહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ખાણ અને ખનીજ વિભાગે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ર
લીલીયાના આંબાજીરા પાસે શેત્રુંજી નદીમાં ગેરકાયદે રેતી ખનન પર તવાઈ: ₹31 લાખના મુદ્દામાલ સાથે પાંચ વાહનો જપ્ત


અમરેલી,21 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબાજીરા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને પરિવહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ખાણ અને ખનીજ વિભાગે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી રેતી ભરેલા વાહનો મળી આવતા વિભાગે કડક કાર્યવાહી કરી હતી.

ખાણ અને ખનીજ વિભાગની ટીમે દરોડા દરમિયાન ત્રણ ડમ્પર અને બે ટ્રેક્ટર સહિત કુલ પાંચ વાહનો ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા વાહનો અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 31 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ વાહનોને કાયદેસરની કાર્યવાહી માટે સીઝ કરવામાં આવ્યા છે.

વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કુદરતી સંપત્તિની ચોરી અને ગેરકાયદે ખનન સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. શેત્રુંજી નદીમાંથી પરવાનગી વિના રેતી ઉપાડનાર તત્વો સામે ખનન કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખાણ અને ખનીજ વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે જ્યાં પણ ગેરકાયદે ખનન અથવા ખનિજ ચોરી અંગે માહિતી મળે ત્યાં તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરે, જેથી કુદરતી સંપત્તિનું સંરક્ષણ થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande