દક્ષિણ ગુજરાતના સહિત વલસાડમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ,છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ
વલસાડ/અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામશે.દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં ખેડૂતો અને સામાન્ય લોકો હજુ મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. વલસાડ જિલ્લામ
Valsad including South Gujarat due to heavy rain


વલસાડ/અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામશે.દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં ખેડૂતો અને સામાન્ય લોકો હજુ મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં મંગળવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પારડી તાલુકામાં 8 ઇંચથી વધુ ખાબક્યો હતો. જેના કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે વાપી અને વલસાડ શહેરમાં આવેલા રેલવે અંડરપાસમાં કમરસમા પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા.

વલસાડમાં સવારના સમયે જ ભારે વરસાદ પડતાં શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ, ઓફિસે આગામી સમયમાં મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande