ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અને 'સમન્વય પોર્ટલ'ની મદદથી ₹7.16 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો.
પાટણ, 21 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ''ઓપરેશન મ્યુલ હંટ 2.0'' અને ''સમન્વય પોર્ટલ''ની મદદથી ₹7.16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સાથે જોડાયેલા મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 33 આર
ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અને 'સમન્વય પોર્ટલ'ની મદદથી ₹7.16 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો.


પાટણ, 21 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અને 'સમન્વય પોર્ટલ'ની મદદથી ₹7.16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સાથે જોડાયેલા મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 33 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જ્યારે 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાણસ્મા, ઈટોડા, ખાંભેલ અને પાટણ વિસ્તારના વચેટિયાઓ સામાન્ય નાગરિકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા અને તે ખાતાઓ સાયબર ગુનેગારોને ભાડે આપતા હતા.

આ બેંક ખાતાઓનો ઉપયોગ ઓનલાઇન ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ન્યુડ વીડિયો બ્લેકમેઇલ, APK લિંક દ્વારા છેતરપિંડી અને ઓનલાઇન સટ્ટાબાજી જેવા સાયબર ગુનાઓમાંથી મળેલા નાણાંના વ્યવહારો માટે થતો હતો. પોલીસને તપાસ દરમિયાન કુલ ₹7.16 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે.

વચેટિયાઓ ખાતાધારકોને રૂ.3 હજારથી રૂ.15 હજાર સુધીનું કમિશન આપીને પાસબુક, ATM કાર્ડ, ચેકબુક અને નવા સિમકાર્ડ મેળવી મૂળ સાયબર ગઠિયાઓને સોંપતા હતા.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી 20 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande