જામનગર : જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે જંતુનાશક દવા છાંટતા ખેડૂતને ઝેરી અસર થતાં મૃત્યુ
જામનગર, 21 જુલાઈ (હિ.સ.) જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે ખેતી કામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં એક ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસની માહિતી મુજબ, ડેરી આંબરડી ગામના પરેશભાઈ ડાયાભાઈ પીપરો
આપઘાત મોત


જામનગર, 21 જુલાઈ (હિ.સ.) જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે ખેતી કામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં એક ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસની માહિતી મુજબ, ડેરી આંબરડી ગામના પરેશભાઈ ડાયાભાઈ પીપરોતર વ્યવસાયે ખેડૂત, પોતાની ખેતીની જમીનમાં મગફળીના પાકમાં નીંદણનાશક/જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝેરી દવાની અસર ચડી જતાં તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગે તેમના ભાઈ જગદીશ ડાયાભાઈ પીપરોતરે શેઠવડાળા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. એન. આસાણી ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande