ટ્યુશનથી ઘરે પરત ફરતી સગીરાની જાતીય સતામણી: ગાંધીધામ પોલીસની ઝડપી કાર્યવાહી, આરોપી કલાકોમાં જ ઝડપાયો
કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ શહેરમાં સગીર વયની કિશોરી સાથે થયેલી જાતીય સતામણીની ઘટનામાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના સમયમાં જ કાયદાના સકંજામાં લઈ લીધો છે. પોલીસની સતર્કતા અને ટેક્નિકલ તપાસના કારણે ગંભીર સ્વરૂપના
પોક્સો કેસનો આરોપી


કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ શહેરમાં સગીર વયની કિશોરી સાથે થયેલી જાતીય સતામણીની ઘટનામાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના સમયમાં જ કાયદાના સકંજામાં લઈ લીધો છે. પોલીસની સતર્કતા અને ટેક્નિકલ તપાસના કારણે ગંભીર સ્વરૂપના આ કેસમાં આરોપીને ભાગવાની કોઈ તક મળી ન હતી.

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સગીર કિશોરી ટ્યુશન પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે જાહેર માર્ગ પર એક વ્યક્તિએ તેની સાથે અશ્લીલ હરકતો કરીને જાતીય સતામણી કરી હતી. ઘટનાથી ગભરાયેલી કિશોરી અને તેના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડના નેતૃત્વમાં વિશેષ સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોની માહિતી એકત્ર કરી હતી. વિવિધ દિશામાં તપાસ આગળ વધાર્યા બાદ આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે વર્ષામેડી વિસ્તારમાં રહેતા મહેશ નરશીભાઈ બગેરીયાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસનું કહેવું છે કે મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓને લઈને વિભાગ અત્યંત સંવેદનશીલ છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ આરોપીને કાયદાની પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં. સગીરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આવા કેસોમાં ઝડપી તપાસ અને ત્વરિત કાર્યવાહી કરવાની પોલીસની નીતિ યથાવત્ રાખવામાં આવશે.

આ સમગ્ર કાર્યવાહીથી ગાંધીધામ પોલીસની સતર્કતા અને ગંભીર ગુનાઓ પ્રત્યેની ઝડપી પ્રતિબદ્ધતા ફરી એકવાર સામે આવી છે, જ્યારે નાગરિકોને પણ બાળકોની સુરક્ષા અંગે વધુ જાગૃત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande