પોરબંદરની ખાસ જેલમાં જેલ કર્મચારી પર કેદીનો હુમલો.
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદરની ખાસ જેલમાં ફરજ બજાવી રહેલા જેલ કર્મચારી પર કેદીએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેલ કર્મચારી ભેરજી વાંકજી ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે કેદી સંજય દેવશી ઓડેદરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદ મુજબ કેદી
પોરબંદરની ખાસ જેલમાં જેલ કર્મચારી પર કેદીનો હુમલો.


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદરની ખાસ જેલમાં ફરજ બજાવી રહેલા જેલ કર્મચારી પર કેદીએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેલ કર્મચારી ભેરજી વાંકજી ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે કેદી સંજય દેવશી ઓડેદરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદ મુજબ કેદી સંજય દેવશી ઓડેદરા ઓફિસ તરફ જતો હતો ત્યારે જેલ કર્મચારીએ તેને રોક્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા કેદીએ ગાળો આપી PVC ફૂટવાલથી હુમલો કર્યો હતો. હુમલામાં ભેરજી ચૌહાણના ડાબા કાનના ઉપરના ભાગે ઈજા થતાં તેમને ચાર ટાંકા લેવા પડ્યા હતા.આ ઉપરાંત કેદીએ ઝપાઝપી કરી જેલ કર્મચારીની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande