


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)આજ રોજ બપોર સમયે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશાનું નવું કિરણ ફૂટ્યું છે.બારડ પંથકના બગવદર, મોઢવાડા, કિંદરખેડા, કેશવ સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની અછતને કારણે ચિંતિત ખેડૂતો હવે સારા વરસાદની આશા સેવી રહ્યા છે. વરસાદી ઝાપટાંથી ખેતરોમાં ભેજ વધ્યો છે અને આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે તો ખરીફ પાકને મોટો ફાયદો થશે તેવી ખેડૂતોમાં આશા વ્યક્ત થઈ રહી છે. વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો મેઘરાજા વધુ મહેરબાન બને અને નિયમિત વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya