શટલ રિક્ષામાં મુસાફરી દરમિયાન, મહિલાનો અઢી તોલાનો સોનાનો ચેન અને રોકડની ચોરી
વડોદરા , 21 જુલાઈ (હિ.સ.)સેન્ટ્રલ બસ ડેપોથી ગોરવા જતી વખતે બની ઘટના, ઘરે પહોંચતા પર્સ ગાયબ હોવાનું આવ્યું ધ્યાનમાં વડોદરા શહેરમાં શટલ ઓટો રિક્ષામાં મુસાફરી કરતી એક મહિલા ચોરીનો ભોગ બની છે. ગોરવા જવા દરમિયાન અજાણ્યા શખ્સોએ મહિલાના બેગમાંથી પર્સની ચ
પોલીસ સ્ટેશન


મહિલા


વડોદરા , 21 જુલાઈ (હિ.સ.)સેન્ટ્રલ બસ ડેપોથી ગોરવા જતી વખતે બની ઘટના, ઘરે પહોંચતા પર્સ ગાયબ હોવાનું આવ્યું ધ્યાનમાં

વડોદરા શહેરમાં શટલ ઓટો રિક્ષામાં મુસાફરી કરતી એક મહિલા ચોરીનો ભોગ બની છે. ગોરવા જવા દરમિયાન અજાણ્યા શખ્સોએ મહિલાના બેગમાંથી પર્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

માહિતી મુજબ, હંસાબેન કિશોરભાઈ શર્મા સેન્ટ્રલ બસ ડેપોથી ગોરવા જવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. તે સમયે રિક્ષામાં અન્ય મુસાફરો પણ સવાર હતા. ગોરવા ખાતે ઘરે પહોંચીને બેગ તપાસતા તેમનુ પર્સ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

પીડિતાના જણાવ્યા મુજબ, પર્સમાં અંદાજે રૂ. 2,500થી 3,000ની રોકડ રકમ ઉપરાંત અઢી તોલાનો સોનાનો ચેન રાખેલો હતો, જેની ચોરી થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પીડિત મહિલાએ,સમગ્ર મામલે રજૂઆત કરી,પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે શહેરમાં શટલ રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ટોળકીઓ સક્રિય હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

પોલીસ સમગ્ર મામલે, વધુ તપાસ કરી રહી છે અને મુસાફરોને મુસાફરી દરમિયાન પોતાના કિંમતી સામાન પ્રત્યે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande