તુલસીવાડીમાં મોટી દુર્ઘટના ટળી, VMCની કામગીરી દરમિયાન મકાનની દીવાલ ધરાશાયી
વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) કન્ટેનર દીવાલ સાથે અથડાતાં સર્જાઈ ઘટના, પરિવારનો આબાદ બચાવ; સ્થાનિકોએ તપાસ અને જવાબદારી નક્કી કરવાની કરી માંગ વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. રામદેવ પીરની ચાલ નજીક આવેલા એક મકાનની દીવાલ અ
દિવાલ


મકાનની દિવાલ


વડોદરા , 21 જુલાઈ (હિ.સ.)

કન્ટેનર દીવાલ સાથે અથડાતાં સર્જાઈ ઘટના, પરિવારનો આબાદ બચાવ; સ્થાનિકોએ તપાસ અને જવાબદારી નક્કી કરવાની કરી માંગ

વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. રામદેવ પીરની ચાલ નજીક આવેલા એક મકાનની દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પરિવારના તમામ સભ્યો સુરક્ષિત બચી ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં શૌચાલય માટેનું કન્ટેનર મૂકવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કન્ટેનર મકાનની દીવાલ સાથે અથડાતાં દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પર ભારે ભીડ એકત્ર થઈ હતી.

સ્થાનિકોએ આ ઘટનાને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, જો કામગીરી દરમિયાન પૂરતી તકેદારી અને સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોત તો આ પ્રકારની ઘટના ટાળી શકાઈ હોત.

ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાની પ્રાથમિક માહિતી મેળવી હતી. દીવાલ ધરાશાયી થતાં મકાનને નુકસાન પહોંચ્યું છે, જોકે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.

સ્થાનિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ નુકસાનગ્રસ્ત પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande