મુખ્ય પાણીની પાઇપલાઇનના લીકેજના સમારકામને કારણે શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે.
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેર ની મુખ્ય પાણીની પાઇપલાઇનના લીકેજના સમારકામને કારણે એક દિવસ પાણી વિતરણ બંધ રહશે. પોરબંદર શહેરમાં આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં થયેલા લીકેજના સમારકામની કામગીરી તા. 22/07/2026 (બુધવાર)ના રોજ હાથ ધરવામાં આવનાર છ
મુખ્ય પાણીની પાઇપલાઇનના લીકેજના સમારકામને કારણે શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે.


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેર ની મુખ્ય પાણીની પાઇપલાઇનના લીકેજના સમારકામને કારણે એક દિવસ પાણી વિતરણ બંધ રહશે.

પોરબંદર શહેરમાં આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં થયેલા લીકેજના સમારકામની કામગીરી તા. 22/07/2026 (બુધવાર)ના રોજ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે તા. 22/07/2026 ના રોજ શહેરમાં પાણી પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં. તેથી નગરજનોએ જરૂરી પાણીનો અગાઉથી સંગ્રહ કરી લેવા વિનંતી કરવામાં આવે છે. લીકેજના સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો નિયમિત રીતે પુનઃ શરૂ કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાએ નગરજનોને સહકાર આપવા તેમજ આ સૂચનાની નોંધ લેવા વિનંતી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande