
જુનાગઢ,21 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ ખાતે ડો.સુભાષ મહિલા કોલેજમાં માય ભારત પોર્ટલ ઉપર વિધાર્થીઓના રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર મયંક ભદોરીયા એ વિદ્યાર્થીનીઓને માય ભારત પોર્ટલ વિશે સંપૂર્ણ અવગત કરાવી તેમની સાથે આવેલ ટીમ એ વિદ્યાર્થીઓને લાઈવ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમની આ ટીમમાં નિલેશ કોરાણીયા, ધ્રુવ પરમાર સાહિલ ચારિયા જેણે પોતાની સેવા આપી હતી.
માય ભારત પોર્ટલએ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની પહેલ છે. તેનો હેતુ 15 થી 29 વર્ષના યુવાનોને સ્વયંસેવક પ્રવૃત્તિઓ, તાલીમ, ઇન્ટરશીપ, કૌશલ્ય વિકાસ અને વિવિધ સરકારી કાર્યક્રમો સાથે જોડવાનો છે. આ માટે વિદ્યાર્થીએ પોર્ટલ પર જઈને પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે વિદ્યાર્થી આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવે તેને પોતાના મોબાઈલ અને ઇમેલ પર આ અંગેની વિવિધ પ્રકારની માહિતી સરળતાથી મળે છે. આ કાર્યક્રમમાં આ કોલેજની અનેક વિદ્યાર્થીઓને સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ પોતાના વિદ્યાર્થીઓ લેટેસ્ટ માહિતી સુવિધાઓથી અવગત રહે અને તેનો ઉપયોગ કરતા રહે એના માટે આ કાર્યક્રમને ખૂબ જ અગત્યના અને જાગૃતિ લાવનાર કાર્યક્રમ તરીકે બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન ડો.નયનાબેન ગજ્જરે કર્યું હતું.આ પ્રકારના સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડાએ તથા રાજભાઈ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ