
જામનગર, 22 જુલાઈ (હિ.સ.) જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ સ્ત્રી પુરુષોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 10,870 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે 22 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે સાપર ગામે રામાપીર મંદિર નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.આ કાર્યવાહી દરમિયાન દેવજી ગોપાલભાઈ ભાંભી, અને ખીમા ભીમાભાઈ ભાંભી બંને રહે. સાપર ગામ,ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે લીલા દીપકભાઈ બથવાર, રાણી ગોપાલભાઈ ભાંભી, રામી હીરાભાઈ વિંઝુડા અને જયોત્સના ઉર્ફે જ્યોતિબેન દિનેશભાઈ ભાંભી (પરમાર)ને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 10,870 તથા જુગારમાં ઉપયોગમાં લેવાયેલા ૫૨ ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. આ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt