'સફાઈ અપનાવો, બિમારી ભગાવો' અભિયાન અંતર્ગત ભાવનગરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકારના ''સફાઈ અપનાવો, બિમારી ભગાવો'' અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને રોગમુક્ત બનાવવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં એક સાથે સફાઈની કામગ
સફાઈ ઝુંબેશ


ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકારના 'સફાઈ અપનાવો, બિમારી ભગાવો' અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને રોગમુક્ત બનાવવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં એક સાથે સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, મહત્વના સર્કલો, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો તેમજ લોકોની અવરજવર વધુ રહેતા વિસ્તારોમાં વિશેષ સફાઈ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની સફાઈ ટીમો દ્વારા રસ્તાઓ પર પડેલો કચરો દૂર કરવામાં આવ્યો હતો તેમજ ગટરો અને ડ્રેનેજ લાઇનની સફાઈ કરીને વરસાદી પાણીના નિકાલને સુગમ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

સફાઈ કામગીરી દરમિયાન જાહેર સ્થળોએ એકત્ર થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની પણ સમાન જવાબદારી છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘર, દુકાન અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખશે તો અનેક ચેપી અને મચ્છરજન્ય રોગોને અટકાવી શકાશે.

અભિયાન અંતર્ગત લોકોને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા, ભીનો અને સૂકો કચરો અલગ રાખવા તેમજ સ્વચ્છતા અંગે જાગૃત રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે શહેરને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે આવી સઘન સફાઈ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande