ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત 5 દોષિતોને ગુજરાત હાઇકોર્ટે જમીન આપ્યા
અમદાવાદ, 22 જુલાઇ (હિ.સ.) : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત 5 દોષિતોને ગુજરાત હાઇકોર્ટે જમીન આપ્યા. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફ
ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત 5 દોષિતોને ગુજરાત હાઇકોર્ટે જમીન આપ્યા


અમદાવાદ, 22 જુલાઇ (હિ.સ.) : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત 5 દોષિતોને ગુજરાત હાઇકોર્ટે જમીન આપ્યા.

આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર કરવાનો ગુનો નોંધાયો હતો.

નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીને 07 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત કેટલાક દોષિતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ હાઈકોર્ટે આજે શંકુતલા વસાવા સહિત 5 દોષિતને જામીન આપ્યા છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત કેટલાક દોષીતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અને જામીન અરજી દાખલ કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં શકુંતલા વસાવા સહિત 5 આરોપીની જામીન અરજી ઉપર વિગતવાર સુનાવણી યોજાઈ હતી. ગુજરાત હાઇકોર્ટે આજે જામીન અરજી ઉપર ચુકાદો જાહેર કરતા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા, રમેશ વસાવા, મરિયમ વસાવા, બલિરામ વસાવા, મોગરાબેન વસાવાને જામીન આપ્યા છે. કોર્ટે નોંધ્યું છે કે, આ ઘટનામાં તેઓ મુખ્ય આરોપી નથી કે તેઓએ કોઈને ઇજા પહોંચાડી નથી

અગાઉ આ જ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાની જામીન અરજીઓમાં રજૂઆત કરાઈ હતી કે, વર્ષ 2023માં જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસનું વાવેતર કર્યું હતું. જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં જંગલખાતાના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ધારાસભ્યે વન વિભાગના અધિકારીઓને ધમકી આપી 60 હજારનું વળતર માંગ્યું હતું. એટલું જ નહીં ધારાસભ્યએ હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.

આ સમગ્ર મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના 9 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સંદર્ભે IPCની કલમ 143, 14,1 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એકટની કલમ 25 વગેરે મુજબ ગુન્હો નોંધાયો હતો. જે બાદ જૂન મહિનાના અંતમાં આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે 23 જૂને 5 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 9 આરોપીને દોષી જાહેર કરીને 7 વર્ષની કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકાર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande