દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અને કોંગ્રેસના નેતાઓની ધરપકડના વિરોધમાં પાટણમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ચક્કાજામ બાદ કાર્યકરોને ડિટેઇન કરાયા.
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અને કોંગ્રેસના નેતાઓની ધરપકડના વિરોધમાં ટી.બી. ત્રણ રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજ
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અને કોંગ્રેસના નેતાઓની ધરપકડના વિરોધમાં પાટણમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ચક્કાજામ બાદ કાર્યકરો ડિટેઇન.


દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અને કોંગ્રેસના નેતાઓની ધરપકડના વિરોધમાં પાટણમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ચક્કાજામ બાદ કાર્યકરો ડિટેઇન.


પાટણ, 22 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અને કોંગ્રેસના નેતાઓની ધરપકડના વિરોધમાં ટી.બી. ત્રણ રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિરોધ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરતાં મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં અગાઉથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના પૂતળાનું દહન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી અને રકઝક સર્જાતા પોલીસે અનેક કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈએ સરકાર પર વિદ્યાર્થીઓની માંગણીઓ દબાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચેતવણી આપી કે આવી કાર્યવાહી ચાલુ રહેશે તો કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તન થયું હોવાના આક્ષેપ પણ સામે આવ્યા હતા. કવરેજ દરમિયાન કેમેરા સાથે ઝપાઝપી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ અધિકારીઓ સામે મીડિયાને કામ કરવામાં અવરોધ ઉભો કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande