અમદાવાદના શેલામાં બીજા દિવસે દેખાયેલું પ્રાણી દીપડો ન હોવાની વન વિભાગની પુષ્ટિ, લોકોને અફવા ન ફેલાવવા અપીલ
અમદાવાદ,22 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરમાં દીપડાની હાજરીને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાના બનાવ બાદ ઝુંડાલ વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા વચ્ચે હવે ફરી એકવાર ઘુમામાં દીપડો જોવા મળ્યાની વાત વહેતી થઈ છે. મંગ
અમદાવાદના શેલામાં બીજા દિવસે દેખાયેલું પ્રાણી દીપડો ન હોવાની વન વિભાગની પુષ્ટિ, લોકોને અફવા ન ફેલાવવા અપીલ


અમદાવાદ,22 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરમાં દીપડાની હાજરીને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાના બનાવ બાદ ઝુંડાલ વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા વચ્ચે હવે ફરી એકવાર ઘુમામાં દીપડો જોવા મળ્યાની વાત વહેતી થઈ છે. મંગળવારે રાતે ઘુમા વિસ્તારની ગ્રીન સિટી સોસાયટીના પાર્કિંગમાં દીપડો દેખાયાના સમાચાર બાદ સ્થાનિકોમાં ફરી ભયનો માહોલ સર્જાયો છે.

આ ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઝુંડાલ અને ઘુમામાં વાયરલ થયેલા દીપડાના સમાચાર બાદ વન વિભાગે પુષ્ટી કરતાં જણાવ્યું છે કે, શેલામાં દીપડો દેખાયા પછી ક્યાંય દીપડો દેખાયો નથી.

અમદાવાદમાં ઘુમા ગામ નજીક શરણદીપ સોસાયટીની બાજુમાં જ આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં ગાડી નીચેથી દીપડો નીકળ્યો હતો. આજે વહેલી સવારે દીપડો દેખાયો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ પણ દીપડો જોયો હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ પહેલા જ્યાં દીપડો દેખાયો હતો ત્યાં જ ફરીથી દીપડો દેખાયો છે ત્યારે વન વિભાગની ટીમો આ વિસ્તારમાં કાર્યરત કરવામાં આવી છે છતાં પણ દીપડો હજી સુધી પકડાયો નથી.

આરએફઓ એચ.આઈ.દેસાઈએ આ અંગે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે આજે ફરી દીપડો દેખાવાના મેસેજ મળ્યાં હતા તે બાદ અમે અને અમારી ટીમે સ્થળ તપાસ કરી હતી. જેમાં તપાસ બાદ સામે આવ્યું છે કે, આ વન્ય પ્રાણી દીપડો નથી. આ મેસેજ ફરતા થાય છે તે અંગે અમદાવાદની જનતાને એક જ અપીલ છે કે, આવા ખોટા મેસેજ ફરતા ન કરે. જ્યારે કોઈપણ માહિતી મળે તો સૌપ્રથમ વન વિભાગનો સંપર્ક કરે. અમારી ટીમ ત્યાંની તપાસ કરશે અને જે પણ સાચું હશે તે જણાવવામાં આવશે. શેલામાં દીપડો દેખાયા બાદ ક્યાંય અન્ય જગ્યાએ દીપડો દેખાવાના પુરાવા મળ્યાં નથી. હાલ અમારી વિવિધ ટીમો તપાસ કરી રહી છે.

ગઇકાલે 21 જુલાઈ વહેલી સવારે 2 વાગ્યે ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો જોવા મળ્યો હોવાનો કેફે માલિકે દાવો કર્યો હતો. તો 20 જુલાઈ સવારે 2 વાગ્યે પોશ વિસ્તાર એવા શેલામાં પણ દીપડાએ દેખા દીધી હતી. વહેલી સવારે શરણદીપ સોસાયટીના એક બંગ્લોઝમાં કોટ કૂદીને દીપડો ઘૂસ્યો હતો. બાદમાં સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande