
અમદાવાદ,22 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પાસે NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ચાર રસ્તા પાસે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું
21 જુલાઈએ દિલ્હીમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પીએમ આવાસ બહારની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત પણ કરી હતી. જેના ત્રણ કલાક બાદ રાહુલ ગાંધી સહિત અટકાયત કરાયેલા તમામ નેતાઓને છોડી દેવાયા હતા. આજે અમદાવાદ,માં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા કરવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક બોલાવી હતી. તમામ પ્રાધિકારીઓને બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે. તેમજ બેઠક બાદ ઉગ્ર આંદોલન માટેનું તૈયારીઓ પણ કરવામાં આવી છે. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ યુવાનોની માફી માંગે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવે તેવી અમારી માંગણી છે. રાહુલ ગાંધી સાથે અને યુવાનો સાથે પોલીસ દ્વારા જે રીતનું વર્તન કરવામાં આવ્યું તે જરાય પણ ચલાવી નહીં લેવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ