વડનગરના વારસાને કલાત્મક અભિવ્યક્તિ, ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમમાં કલાકારોએ તૈયાર કર્યા લાઈવ સ્કેચ
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) ગુજરાત પ્રવાસનના ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના ‘લાઈવ સ્ટડી ગ્રુપ’ દ્વારા વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. ગ્રુપમાં લાઈવ સ્કેચર્સ, ચિત્રકારો, આર્કિટેક્ચર ક્ષેત્રના પ્ર
વડનગરના વારસાને કલાત્મક અભિવ્યક્તિ, ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમમાં કલાકારોએ તૈયાર કર્યા લાઈવ સ્કેચ


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) ગુજરાત પ્રવાસનના ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના ‘લાઈવ સ્ટડી ગ્રુપ’ દ્વારા વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. ગ્રુપમાં લાઈવ સ્કેચર્સ, ચિત્રકારો, આર્કિટેક્ચર ક્ષેત્રના પ્રોફેસરો, આંતરરાષ્ટ્રીય પતંગ નિર્માતા તેમજ વિવિધ કલાપ્રેમીઓ જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત વડનગરની બી. એન. હાઈસ્કૂલથી થઈ હતી, જ્યાં કલાકારોએ વિદ્યાર્થીઓ સાથે ચિત્રકળા, સ્કેચિંગ અને સર્જનાત્મકતા વિષયક સંવાદ યોજ્યો હતો. વિદ્યાર્થીઓને સ્કેચિંગની વિવિધ પદ્ધતિઓ તેમજ કલાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગ્રુપે હેરિટેજ વૉકમાં ભાગ લઈ વડનગરના ઐતિહાસિક સ્મારકો, મંદિરો અને અન્ય વારસાસ્થળોની મુલાકાત લીધી હતી. કલાકારોએ સ્થળ પર બેસીને લાઈવ સ્કેચ તૈયાર કર્યા હતા, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાસ્ત્રીય કથક નૃત્ય, લોકગીતો અને દેશી ઢોલના તાલે પરંપરાગત ગરબાની રજૂઆત કરવામાં આવી હતી.

અંતે શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિતોએ માણ્યો હતો.

ગુજરાત પ્રવાસનના આ આયોજનનો મુખ્ય હેતુ વડનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, ઐતિહાસિક વારસા અને જીવંત કલાને દેશ-વિદેશના કલાકારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સુધી અસરકારક રીતે પહોંચાડીને વારસા પ્રત્યે જાગૃતિ અને જોડાણ વધારવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande