જૂનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત અમલીકરણ સમિતીની બેઠક યોજાઈ
જુનાગઢ,22 જુલાઈ (હિ.સ.) જૂનાગઢમાં આગામી જિલ્લા કક્ષા કલાના મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત અમલીકરણ સમિતીની બેઠક જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના બાળકો, વયસ્કો અને વયોવૃદ્ધ નાગરિકોને કલાક્ષેત્રમાં વધુમા
જૂનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત


જુનાગઢ,22 જુલાઈ (હિ.સ.) જૂનાગઢમાં આગામી જિલ્લા કક્ષા કલાના મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત અમલીકરણ સમિતીની બેઠક જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના બાળકો, વયસ્કો અને વયોવૃદ્ધ નાગરિકોને કલાક્ષેત્રમાં વધુમાં વધુ આગળ કેવી રીતે આવી શકે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

તેમજ આ સ્પર્ધામાં ઝોન/તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટે મહાનગરપાલિકાના ઝોન કક્ષાના તથા તાલુકા કક્ષાના કન્વીનરોની સંપર્ક નંબર સાથેની યાદી જાહેર કરવામાં આવી છે. તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને પણ આ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ઝોન/તાલુકાકક્ષાથી શરૂ થતી ૧૪ કૃત્તિઓમાં જોઈએ તો વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્ર કલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, તબલાં, હારર્મોનિયમ (હળવું) માટે જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન નં. 1 વસંત મધુડીયા સુભાષ આર્ય કન્યા વિધાલય, ખામધ્રોળ ફાટક જૂનાગઢ, ઝોન, 2 દર્શન વાઘેલા બી.એ.પી.એસ. વિદ્યાલય અક્ષર મંદિર જૂનાગઢ , ઝોન – 3 ગોવિંદ છૈયા મીનરાજ શૈક્ષણીક સંકુલ ભવનાથ જૂનાગઢ , ઝોન –4 ૪ ઈરફાન ગરાણા સી.આર.સી. કુમાર શાળા નં 7 જૂનાગઢ , ઝોન – 5 રસીક કનેરીયા શ્રીમતી આર. જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કુલ મોતીબાગ જૂનાગઢ , ઝોન – 6 વિશાલ દવે એકલવ્ય પબ્લિક સ્કુલ ઝાંઝરડા રોડ જૂનાગઢ, , ઝોન – 7 ભાવેશ દેવધરીયા બહાઉદ્દીન સાયન્સ કોલેજ જૂનાગઢ , ઝોન – 8 હેમંતચાવડા કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ જૂનાગઢ આ તમામ સાથે સંપર્ક કરવાનો રહેશે.

જ્યારે તાલુકા કક્ષા માટે જૂનાગઢ તાલુકામાં અલ્તાફ સીડા પી.એમ. નવાગામ પ્રા.શાળા , ભેંસાણ તાલુકા પ્રિતેશ કોઠીયા માધવ વિદ્યાલય ભેસાણ, વિસાવદર તાલુકામાં ભરત ભેટારીયા ગ્રામ પંચાયત માધ્યમિક શાળા મોટાકોટડા , મેંદરડા તાલુકામાં જી.આર.પાચાણી સરસ્વતી હાઈકુલ મેંદરડા , માળીયા તાલુકામાં ભરત પરમાર વીર ભગતસિંહ ઉચ્ચતર માધ્યમિક શાળા ગડુ , માણાવદર તાલુકામાં એચ.એ.વિરોજા એમ.પી.સાપરીયા હાઈસ્કુલ સરદારગઢ , કેશોદ તાલુકામાં ર્ડા. હમીરસીંહ વાળા આદર્શ નિવાસી શાળા (અ.જા કુમાર) કેશોદ , વંથલી તાલુકામાં શીતલ સચાણી મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ વાડલા ફાટક વંથલી , માંગરોળ તાલુકામાં શૈલેષ પરમાર સુનિધી સદ્દભાવ કન્યા વિનય મંદિર માંગરોળ નો સંપર્ક કરવાનો રહેશે.

આ ઉપરાંત ઝોન/તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદાવરોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખી આગામી તા. ૦૫/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ઝોન/તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે. કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ તાલુકા કક્ષા/ઝોન કક્ષાની સ્પર્ધાઓનું આયોજન આગામી તા.૧૦/૦૮/૨૦૨૬ થી તા.૨૫/૦૮/૨૦૨૫ સુધીમાં કરવામાં આવશે અને સ્પર્ધાની તારીખ માટે ઝોન/તાલુકા કન્વીનરનો સંપર્ક કરવાનો રહેશે.

તેમજ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠય સંગીત હિન્દુસ્તાની, સીધી પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ જેવી કેટેગરી રહેશે.

જયારે સીધી રાજય કક્ષાની સ્પર્ધામાં પખાવજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા, સરોદ, સારંગી, ભવાઈ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખીને આગામી તા.૦૫/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ, પીન કોડ નં. ૩૬૨૦૦૧ આ સરનામાં ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande