બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું જૂનાગઢનું નામ
જૂનાગઢ 22 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ ખાતે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના રમત ગમત વિભાગના તેજસ્વી વિદ્યાર્થી દેગામા કરણે જમ્મુ-કશ્મીર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ


જૂનાગઢ 22 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ ખાતે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના રમત ગમત વિભાગના તેજસ્વી વિદ્યાર્થી દેગામા કરણે જમ્મુ-કશ્મીર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

જમ્મુ-કશ્મીરના કુલગામ સ્થિત જી.ક્યુ.પબ્લિક સ્કૂલના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત 28 ૮મી સબ-જુનિયર, 39 મી જુનિયર અને 39 મી સિનિયર ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ પંડિત ગૌતમ કૌલ કપ 2026-27 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'ટગ ઓફ વોર ફેડરેશન ઓફ ઇન્ડિયા' (Tug-of-War Federation of India) અને 'જમ્મુ અને કાશ્મીર ટગ ઓફ વોર એસોસિએશન' દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરની વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.

આ 39 મી નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં અદભુત ખેલદિલી અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરીને 'ટીમ ગુજરાત’ સમગ્ર ભારતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને દેશભરમાં કાંસ્ય પદક મેળવવામાં સફળ રહી છે. ગુજરાતની આ વિજેતા ટીમમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી દેગામા કરણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીતીને કોલેજ પરત ફરેલા ખેલાડી કરણ દેગામાનું કોલેજ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. જે.આર.વાંઝા, તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પી.વી.બારસીયા દ્વારા વિદ્યાર્થી કરણ દેગામાને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande