જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વધુ એક સંશોધનાત્મક સિદ્ધિ સોલાર ટનલ ડ્રાયર ટેકનોલોજી
- , આસામની કંપનીને ટ્રાન્સફર ખેડૂતોને મળશે ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત સુકવણીનો લાભ જૂનાગઢ,22 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ હેઠળ કાર્યરત એ.આઈ.સી.આર.પી. ઓન એગ્રીકલ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વધુ એક સંશોધનાત્મક


- , આસામની કંપનીને ટ્રાન્સફર ખેડૂતોને મળશે ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત સુકવણીનો લાભ

જૂનાગઢ,22 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ હેઠળ કાર્યરત એ.આઈ.સી.આર.પી. ઓન એગ્રીકલ્ચર સ્ટ્રક્ચર્સ એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ પીસેમ યોજના દ્વારા વિકસાવવામાં આવેલી સોલાર ટનલ ડ્રાયર ટેકનોલોજી ગુવાહાટી, આસામ સ્થિત એગ્રોલાઈન ટેકનોલોજીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને ટ્રાન્સફર કરવામાં આવી છે.

કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરિયા સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સોલાર ટનલ ડ્રાયર ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી પાકોની ગુણવત્તાયુક્ત સુકવણી, ઓછો ખર્ચ, વધુ બજારભાવ તથા લણણી પછી થતા અંદાજે 15 થી 20 ટકા નુકસાનમાં ઘટાડો શક્ય બનશે. આ પ્રસંગે કુલપતિએ સંશોધક ટીમને અભિનંદન પાઠવી ખેડૂતલક્ષી સંશોધનોને વધુ વેગ આપવા અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande