નર્મદા જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાઓ
રાજપીપલા, 22 જુલાઇ (હિ.સ.) : નર્મદા જિલ્લામાં રમતગમત આયોજિત અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં જિલ્લાના વિવિધ શાળાઓના અંડર-14, અંડર
Taluka level Kabaddi competitions


રાજપીપલા, 22 જુલાઇ (હિ.સ.) : નર્મદા જિલ્લામાં રમતગમત આયોજિત અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાઓમાં જિલ્લાના વિવિધ શાળાઓના અંડર-14, અંડર-17 તથા અંડર-19 વયજૂથના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ટીમો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવશે, જ્યારે રાજ્ય કક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

સ્પર્ધાઓનો શુભ પ્રારંભ રાષ્ટ્રીય કક્ષાના વિજેતા તીરંદાજ અને જિલ્લા રમતગમત અધિકારી દિનેશ ભીલ તથા ભુપત વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે ખેલાડીઓને રમતિયાળ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા, નિયમિત મહેનત દ્વારા ઉચ્ચ કક્ષાએ પહોંચવા અને જિલ્લાનું ગૌરવ વધારવા માટે પ્રેરણા આપી હતી.

સ્પર્ધાઓનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતાં ખેલાડીઓ, કોચ, શિક્ષકો તેમજ રમતગમત સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande