હેપેટાઇટિસ સામે જાગૃતિનું શક્તિશાળી અભિયાન: ભુજના શારદા સ્કિલ સેન્ટરમાં આરોગ્ય કેમ્પે યુવાઓને આપ્યો સુરક્ષિત જીવનનો સંદેશ
કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી નિમિત્તે ભુજ સ્થિત શારદા સ્કિલ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એકીકૃત વેલનેસ કેમ્પ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Hepatitis: Let''s Break It Down થીમ પર યોજાયેલ
હેપેટાઇટિસ સામે જાગૃતિનું શક્તિશાળી અભિયાન


હેપેટાઇટિસ સામે જાગૃતિનું શક્તિશાળી અભિયાન


હેપેટાઇટિસ સામે જાગૃતિનું શક્તિશાળી અભિયાન


કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી નિમિત્તે ભુજ સ્થિત શારદા સ્કિલ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એકીકૃત વેલનેસ કેમ્પ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Hepatitis: Let's Break It Down થીમ પર યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓમાં હેપેટાઇટિસ સહિત HIV, ક્ષયરોગ (ટીબી) અને જાતીય સંક્રમિત ચેપ (STI) અંગે વૈજ્ઞાનિક સમજણ વિકસાવવાનો, ગેરમાન્યતાઓ દૂર કરવાનો અને સમયસર તપાસ તેમજ સારવાર માટે પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને હેપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના સંક્રમણના કારણો, બચાવના અસરકારક ઉપાયો, હેપેટાઇટિસ-બી રસીકરણનું મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી અંગે સરળ ભાષામાં માહિતી આપી હતી. સાથે જ HIV, ટીબી અને STI જેવા ચેપી રોગો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિષયક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાતોએ તેમની શંકાઓનું સંતોષકારક નિરાકરણ કર્યું હતું, જેના પરિણામે યુવાનોમાં પોતાના આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી હતી.

જિલ્લા ક્ષય અધિકારી તેમજ જિલ્લા એઇડ્સ નિયંત્રણ અધિકારી ડૉ. મનોજ દવેના માર્ગદર્શન હેઠળ અને DISHAના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં HIV, RPR (સિફિલિસ) અને હેપેટાઇટિસ-બી માટે કુલ 16 લાભાર્થીઓની સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી હતી. ઉપરાંત લાભાર્થીઓને વ્યક્તિગત આરોગ્ય સલાહ, કાઉન્સેલિંગ અને જરૂરી અનુસરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના સફળ આયોજનમાં ઇલાબેન ગોસ્વામી, પૂર્વીબેન ગોસ્વામી અને આરતીબેન ગઢવી સહિત HCTS ટીમના કાઉન્સેલર રેખાબેન વિશ્વકર્મા, લેબોરેટરી ટેક્નિશિયન દિપ્તીબેન શુક્લા તથા શારદા સ્કિલ સેન્ટરના મેનેજર નીતીનભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે CSO સુરેશભાઈ તથા DISHA-DAPCU ટીમની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આવા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો માત્ર માહિતી પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ યુવાનોમાં સમયસર તપાસ, રસીકરણ અને સારવાર પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આગામી સમયમાં પણ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાય સ્તરે આવા કાર્યક્રમો યોજીને આરોગ્યપ્રદ અને જાગૃત સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande