દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ
અમદાવાદ, 22 જુલાઈ (હિ.સ.) 20 જુલાઇના રોજ શરણ દીપ સોસાયટી, ઘુમામાં વહેલી સવારે દીપડો સીસીટીવીમાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તથા ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં રેકી કરવી, દીપડો પકડવા માટેના પાંજરા મૂકવા, વન વિભાગના વેટનરી
પાંજરા મૂકવામાં આવ્યા


અમદાવાદ, 22 જુલાઈ (હિ.સ.) 20 જુલાઇના રોજ શરણ દીપ સોસાયટી, ઘુમામાં વહેલી સવારે દીપડો સીસીટીવીમાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તથા ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં રેકી કરવી, દીપડો પકડવા માટેના પાંજરા મૂકવા, વન વિભાગના વેટનરી ડોક્ટર તથા રેસ્ક્યુરની ટીમ તથા 20થી વધુ ગાર્ડ /ફોરેસ્ટરની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ત્યાં ઉપસ્થિત છે, તથા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ માહિતી અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જણાવવામાં આવી છે.

DCF અમદાવાદ (નાયબ વન સંરક્ષક, અમદાવાદ) ની વિનંતી છે કે ખોટી અફવાઓ ન ફેલાવવા આવે, દીપડો સાંજે અને રાતના સમયે નીકળતો હોય અને શરમાળ પ્રાણી હોય, તથા માનવ તેનો કુદરતી ખોરાક ન હોય, લોકો એ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવાની ચોક્કસ જરૂર છે. વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ છે. તથા દીપડાની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ગઈ રાત્રે ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવેલનો વિડિયો વાયરલ થયો હતો, જે પણ અફવા હતી, અન્ય કોઈ રાજ્યનો ખૂબ જૂનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો હતો. આ પ્રકારની અફવાથી બચવા, અને અફવા ન ફેલાવવા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે.

માત્ર સત્તાવાર માહિતી જ ધ્યાને લેવા વિનંતી છે, એવી અપીલ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande