
જામનગર, 22 જુલાઈ (હિ.સ.) : જામનગરના નવી મોખણા ગામની સીમમાંથી દીપડો નાસી ગયાનું અનુમાન છે. કારણ કે, દીપડો ખીજડીયા તરફ દેખાયો છે. પગપાળા જતાં યાત્રિકોની નજર સામે દીપડાએ માર્ગ ઓળંગ્યો હતો. ચાલાક દીપડો છાશવારે વિસ્તાર બદલતા ગ્રામજનોમાં ભય યથાવત રહ્યો છે.
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ થતાં વન વિભાગ ની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં દીપડાના ફૂટ પ્રીન્ટ મળી આવ્યા હતાં.
આથી દીપડાને પકડી પાડવા વનવિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતાં. પરંતુ ગામની સીમમાં ટ્રેપ કેમેરા સાથે દીપડો પાંજરા સુધી આવીને નાસી ગયો હતો. ત્યારબાદ દીપડાના ચારેક દીવસ સુધી કોઈ સગડ ન મળતાં પાંજરા દૂર કરવામાં આવ્યા હતાં.
પરંતુ નવી મોખાણા ગામની સીમમાં પુનઃ દીપડો દેખાતા વન વિભાગ દ્વારા અલગ અલગ દીશા અને સીમમાં પુનઃ ટ્રેપ કેમેરા સાથે 3 પાંજરા મૂકવામાં આવ્યા હતાં. જેને પાંચેક દીવસ થવા છતાં દીપડો દેખાયો નથી. જો કે, પાંજરા થથાવત રાખવામાં આવ્યા છે.
જ્યારે દીપડા એ વધુ એક વખત સ્થળ બદલતા ખીજડીયા તરફ નાસી દીપડા એ વધુ એક વખત સ્થળ અષાઢીબીજના પગપાળા જતાં ગયાનું અનુમાન છે. કારણ કે, યાત્રિકોએ દીપડાને માર્ગ ઓળંગતા નજરે જોયો હતો. આથી વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા ખીજડીયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
દીપડાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં હોવાની શક્યતા વનવિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે. જો કે, હજુ દીપડો ન પકડાતા ગ્રામજનોમાં ભયની લાગણી યથાવત રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt