પાટણમાં 'માય ભારત' અભિયાનને વેગ, યુવા નોંધણી માટે સંકલન બેઠક યોજાઈ
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ''MY Bharat'' અભિયાન અંતર્ગત સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં 15થી 29 વર્ષના વધુમાં વધુ યુવાનોની ''MY Bharat'' પોર્ટલ પર નોંધણી સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભા
પાટણમાં 'MY Bharat' અભિયાનને વેગ, યુવા નોંધણી માટે સંકલન બેઠક યોજાઈ.


પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'MY Bharat' અભિયાન અંતર્ગત સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં 15થી 29 વર્ષના વધુમાં વધુ યુવાનોની 'MY Bharat' પોર્ટલ પર નોંધણી સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે ચર્ચા કરવામાં આવી.

જિલ્લા યુવા અધિકારીએ 'MY Bharat' પોર્ટલની કામગીરી અને નોંધણી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સંયુક્ત પ્રયાસોથી યુવાનો સુધી અભિયાન પહોંચાડવા તેમજ પોર્ટલ અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ નોંધણી કરાવવા સૂચના આપી હતી.

બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા નોંધણી અભિયાનને અસરકારક બનાવવા માટે જરૂરી આયોજન, પ્રચાર-પ્રસાર અને અમલીકરણ અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande